માહીતી
જેના સ્મરણ થી જીવન ના સંકટ બધા દૂરે ટળે,
જેના સ્મરણ થી મન તણા વાંછિત સહુ આવી મળે,
જેના સ્મરણ થી આધિ વ્યાધિ અને ઉપાધિ ન ટકે,
એવા શ્રી શંખેશ્વર પ્રભુ ના ચારણ માં પ્રેમે નમું.
ગઈ ચોવીસીના ૯મા તીર્થંકર શ્રી દામોદર સ્વામીના સમયમાં આપાઢી શ્રાવકે તીર્થંકર પ્રભુને પોતાની મુક્તી ક્યારે થરો. એની પૃચ્છા કરતા શ્રી દામોદર સ્વામી પ્રભુજીએ જણાવ્યુંકે અગામી ચોવીસીમાં ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન થશે અને તેઓના ગણધર થઈ તમો મોક્ષ પામશો.
આ સાંભળીને શ્રી દાોદરસ્વામી પ્રભુ પાસેથી પ્રેરણા લઈને અષાઢી શ્રાવકે વિધિપૂર્વક હ્રદયના કોઈ અલૌકિક ભક્તીભાવપૂર્વક શ્રી પાર્શ્વનાથ પ્રભુની એક મનોહર મૂર્તિ ભરાવી અને તેની પ્રાણપ્રતિષ્ઠા મહાચારિત્રધર મહાપુરુષ પાસે કરાવી, અને આ પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિના ત્રિકાળ પૂજા. જાપ અને ધ્યાન કરવા માંડયા.
આદિકાલથી આધુનિક: શ્રી શંખેશ્વરનો ઇતિહાસ
મૃત્યુ પામીને અષાઢી શ્રાવક દેવલોકમાં જન્મ્યા અને ત્યાં પણ તેઓ મૃત્યુલોકમાંથી શ્રી પાર્શ્વનાથ પ્રભુની મુર્તિ પોતાનાં દેવવિમાનમાં દેવલોકમાં લઈ આવ્યા, અને ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ પૂજવા લાગ્યા. ત્યારબાદ એ મૂર્તિ સૂર્યને આપી અને સુરેન્દ્રજીના વચનથી સૂર્યે આ મૂર્તિને ૫૪ લાખ વર્ષ સુધી જાપ કરીને પૂજી. ત્યારબાદ પહેલા, બીજા, દસમા, બારમા દેવલોકમાં, લવણ સમુદ્રમાં, ભવનપતિના આવાસોમાં, વ્યંતરોનાં નગરોમાં, ગંગા-યમુના નદી વિગેરેમાં એમ ધણે ઠેકાણે આ મુર્તિ પૂજાઈ. પ્રભુ શ્રી ઋષભદેવના સમયમાં એટલે કે અત્યારની ચોવીસીના કાળમાં નાગરાજ ધરણેન્દ્રએ આ મૂર્તિને નમી-વિનમી વિદ્યાધરોને આપી અને તેઓએ જીવંત પર્યંત આ મૂર્તિની ભક્તિ કરી.
શ્રી મુનિસુવ્રતસ્વામીના સમયમાં સૌધર્મેન્દ્રદેવે આ પ્રતિમાને પોતાના વિમાનમાં લાવી. ઘણાં વર્ષો સુધી પૂજી અને પછી શ્રી રામચંદ્રજીના વનવાસ વખતે સૌધર્મેન્દ્રદેવે આ મૂર્તિ રથમાં પધરાવી દંડકારણ્યમાં મોકલી હતી. શ્રી રામચંદ્રજી તથા સીતાજીએ પણા ભાવથી આ પ્રતિમાની પૂજા કરી હતી. ત્યારબાદ ગિરનાર પર્વતની કંચનબાળા નામની સાતમી ટૂંક ઉપર નાગકુમાર વગેરે દેવો પૂજા કરતા, અને નાગરાજ ધરણેન્દ્રદેવે આ મૂર્તિને પોતાના આવાસમાં આવેલ જિન ભવનમાં પધરાવી અને પોતે તથા પદ્માવતીદેવી વગેરે દેવ દેવીઓ ભક્તિ સહિત તેની પૂજા કરતાં.
આમ જુદા જુદા તિર્થંકરો, દેવો. શ્રેષ્ઠીઓ વગેરે એ આ મૂર્તિનું પૂજન કર્યું અને છેલ્લે આ મૂર્તિ ધરણેન્દ્રદેવ અને પદ્માવતીદેવીની પાસે રહી.
આ પ્રતિમાજી નીચે પ્રમાણે પૂજાયેલ છે.
આશરે ૧૨૫ વર્ષ પેહલા...
ત્યારબાદ એટલે કે આજના સમયથી ૮૭૦૦૦ વર્ષ પૂર્વ શ્રીકૃષ્ણમહારાજને જરાસંધ સાથે યુદ્ધમાં ઉતરવું પડયું. અને આ ઘોર યુદ્ધમાં જરાસંઘે શ્રીકૃષ્ણનાં સૈન્યો ઉપર “જરા ” નામની વિદ્યાનો પ્રયોગ કર્યો, અને શ્રીકૃષ્ણમહારાજનું સૈન્ય મૃતપ્રાય થઈ ગયું.
શ્રી કૃષ્ણમહારાજ ભારે વિમાસણમાં પડી ગયા અને ચિંતાતુર શ્રીકૃષ્ણમહારાજ શ્રી નેમિકુમારની પાસે માર્ગદર્શન માટે ગયા. શ્રી નેમિકુમાર ત્યારે સંસારિક અવસ્થામાં હતા. અને તેઓએ શ્રીકૃષ્ણને અહઠઠ્તપ કરી, પદ્માવતીદેવીની આરાધના કરી. ગઈ ચોવીસીના શ્રી દામોદર તીર્થંકર ભગવાનના સમયમાં અષાઢી શ્રાવકે ભરાવેલ મૂર્તિ જે પદ્મવતી પાસે છે. તેની માગણી કરવી અને તેને મળેથી મુર્તિનો પ્રક્ષાલ કરી તેનું નમન સૈન્યને છાટશો તો જરા વિદ્યાનો નાશ થશે, અને આ ત્રણ દિવસ તમારા સૈન્ન્યની રક્ષા હું (નેમિકુમાર) કરીશ, તેમ જણાવેલ.
ત્યારબાદ શંખેશ્વર / મુજપુરના ઠાકોરોએ મૂર્તિને પોતાના કબજામાં લઈ સોનામહોર લઈને દર્શન કરાવવા લાગ્યા.
ત્યારબાદ વિજયસેનસૂરિજી મહારાજના પટ્ટધરશ્રી વિજયદેવસૂરિજી મહારાજના પટ્ટઘર શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજના ઉપદેશથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ સંઘને સોંપેલ.
વિ. સં. ૧૭૬૦માં વર્તમાન જિનાલય બનાવીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની પ્રતિષ્ઠા કરવામાં આવી.
વિ. સં. ૧૯૬૭માં દેરીઓનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો અને દેરીઓમાં મહા સુદ પાંચમે નવેસરથી પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યારથી મહા સુદ પની ધજા ચઢાવવામાં આવે છે.
આ શંખેશ્વર તીર્થનો વહીવટ વર્ષોથી પાટણ સંઘ કરતો હતો, અને ત્યારબાદ તે શ્રી રાધનપુર જૈન સંઘને સોંપેલ.
આજ થી આશરે ૮૭૦૦૦ વર્ષ પૂર્વે...
આશરે ૧૨૫ વર્ષ પહેલા વિ.સં. ૧૯૫૮માં શ્રી રાધનપુર જૈન સાથે આ દેરાસરનો વહીવટ અમદાવાદના શ્રેષ્ઠી શ્રી જમનાભાઈ ભગુભાઈને સોંપેલ.
શ્રી જમનાભાઈ ભગુભાઈએ શ્રી ભોયણી તીર્થનું નિર્માણ કરી અને શ્રી કલોલ જૈન દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવેલ. તેઓના હસ્તક શ્રી શંખેશ્વર તીર્થનો વહીવટ આવ્યો. અને તે પેઢીનું નામ ભોયણી-શંખેશ્વર-કલોલ કારખાના તીર્થ પેઢી એમ પડયું, અને ઇન્ડસ્ટ્રિયલ ડિસ્પુટ ઍક્ટની કલમ જ્યારે દાખલ થઇ ત્યાં સુધી આ ટ્રસ્ટનો વહીવટ આ નામે ચાલતો. કારખાના શબ્દને ઇન્ડસ્ટ્રી ગણી લેતાં આ ત્રણેય ટ્રસ્ટોના નામ અલગ કરવામાં આવ્યાં.
શેઠ જમનાભાઈ ભગુભાઈએ અમદાવાદના પ્રતિષ્ઠિત શ્રેષ્ઠીઓની વહીવટ માટે કમિટી બનાવી હતી. અને તેમના નિધન પછી તે કમિટીના સભ્ય એવા શેઠ શ્રી પનાલાલ ઉમાભાઈ તે કમિટીના પ્રમુખપદે નિમાયા હતા. શેઠ જમનાદાસ ભગુભાઈએ નીમેલ કમિટીના પ્રથમ સભ્યોની ત્રીજી પેઢી હાલ વહીવટ સંભાળી રહેલ છે.
નવેમ્બર, ૧૯૬૭માં શેઠ શ્રી પનાલાલ ઉમાભાઈનું નિધન થતાં ટ્રસ્ટીશ્રી અરવિંદભાઈ પનાલાલ અને શ્રી નરોત્તમદાસ મયાભાઈએ શ્રેષ્ઠીવર્ય શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈને પ્રમુખપદ સ્વીકારવા વિનંતી કરેલ, પરંતુ શ્રેષ્ઠીવર્ય શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ વિનંતીનો અસ્વીકાર કરી શ્રી શ્રેણિકભાઈને પ્રમુખ બનાવવાનું જણાવેલ.
પ્રસંગો
JUL મૂળનાયક પ્રભુની વર્ષગાઠ
14 Tirth ગોડીદાસ પેઢી Tithi વૈશાખસુદ-15
Lorem ipsum dolor sit amet consectetur. Iaculis pharetra tincidunt commodo ipsum eget. Metus ultricies amet suspendisse lectus quis tellus.
JUL મૂળનાયક પ્રભુની વર્ષગાઠ
14 Tirth ગોડીદાસ પેઢી Tithi વૈશાખસુદ-15
Lorem ipsum dolor sit amet consectetur. Iaculis pharetra tincidunt commodo ipsum eget. Metus ultricies amet suspendisse lectus quis tellus.
JUL મૂળનાયક પ્રભુની વર્ષગાઠ
14 Tirth ગોડીદાસ પેઢી Tithi વૈશાખસુદ-15
Lorem ipsum dolor sit amet consectetur. Iaculis pharetra tincidunt commodo ipsum eget. Metus ultricies amet suspendisse lectus quis tellus.
સમયપત્રક
pooja timings
Vasakshep Pooja
- 5:30 - 7:00 AM
Prakshal Pooja
- 7:00 - 8:30 AM
Baras Pooja
- 8:30 - 9:30 AM
Kesar Pooja
- 9:30 - 11:00 AM
Phool/Pushp Pooja
- 11:00 - 11:30 AM
Aabhushan Pooja
- 11:30 - 11:50 AM
Aarti & Bhakti timings
Pratah Aarti
- 12:00 - 12:15 PM
Sandhya Aarti
- 7:00 - 7:15 PM
Sandhya Bhakti
- 8:00 - 9:30 PM
નજીકના તીર્થ સ્થળો
-
એરપોર્ટ
નજીકનું એરપોર્ટ ઉદયપુર – 112 કિ.મી. -
શહેર
નજીકનું શહેર ઘાણેરાવ 5 કિ.મી.
-
રેલ્વે-સ્ટેશન
નજીકનું રેલ્વે-સ્ટેશન 50 કિ.મી. -
નજીકનાં તીર્થો
રાણકપુર - 21 કિ.મી.
સાદડી - 15 કિ.મી. , ઘાણેરાવ (કીર્તિસ્તંભ) - 5 કિ.મી.
વરકાણા - 35 કિ.મી. , નાડોલ-16 કિ.મી.
ધર્મશાળા તથા ભોજનશાળા
dharam shala Name
7 રૂમ એટેચ સંડાસ, બાથરૂમવાળી છે. એક હોલ અને ત્રણ કોમન રૂમની સુવિધા છે. 100 યાત્રીકની કેપેસીટી છે તેમ છતાં યાત્રીક વધુ હોય તો ભોજનહોલ તથા ઉપાશ્રયમાં ગાદલા-ગોદડા આપીને સગવડ સાચવી શકાય છે.
મેનેજર (મોબાઇલ) -9928020698
dharam shala Name
7 રૂમ એટેચ સંડાસ, બાથરૂમવાળી છે. એક હોલ અને ત્રણ કોમન રૂમની સુવિધા છે. 100 યાત્રીકની કેપેસીટી છે તેમ છતાં યાત્રીક વધુ હોય તો ભોજનહોલ તથા ઉપાશ્રયમાં ગાદલા-ગોદડા આપીને સગવડ સાચવી શકાય છે.
મેનેજર (મોબાઇલ) -9928020698
ફોટો ગેલેરી







૧. પ્રથમ દેવલોકમાં અસંખ્ય વર્ષ
ર. સૂયૅદેવ ના વિમાનમા ૫૪ લાખ વર્ષ
3. ભવનપતિ દેવના આવાસમાં સંખ્યાત વર્ષ
૪. ચંદ્રદેવના વિમાનમાં ૫૪ લાખ વર્ષ
૫. વ્વ્યંતર દેવોના નગરોમાં સંખ્યાત વર્ષ
૬. ગંગા નદીમાં દેય દ્વારા સંખ્યાત વર્ષ
૭. પુનઃ પ્રથમ દેવલોકમાં અસંખ્યાત વર્ષ
૮. યમુના નદીમાં દેવ દ્વારા સંખ્યાત વર્ષ
૯. બીજા દેવલોકમાં અસંખ્ય વર્ષ
૧૦. લવણોદધિ સમુદ્રમાં દેવ દ્વારા સંખ્યાત વર્ષ
૧૧. ગીરનાર પર્વત પાર કંચન બલાનક નામની સાતમી ટૂંક પર સંખ્યાત વર્ષ
૧૨. પુનઃ પ્રથમ દેવલોકમાં અસંખ્ય વર્ષ
૧૩. મુનિસુવ્રતસ્વામીના સમયમાં રામાચંદ્રજી દ્વારા સંખ્યાત વર્ષ
૧૪. પુન: પ્રથમ દેવલોકમાં અસંખ્ય વર્ષ
૧૫. પુનઃ ગીરનારની સાતમી ટૂંક પર સંખ્યાત વર્ષ
૧૬. નાગકુમાર દેવલોકમાં નાગરાજ ધરણેન્દ્ર અને પદ્માવતી દ્વારા સંખ્યાત વર્ષ
૧૭. વૈતાઢ્ય પર્વત પર નમી-વિનમી દ્વારા સંખ્યાત વર્ષ
૧૮. દશમા દેવલોકમાં અસંખ્ય વર્ષ દેવલોકમાં અસંખ્ય વર્ષ
૧૯. બારમા દેવલોકમાં અસંખ્ય વર્ષ
૨૦. પુનઃ પ્રથમ દેવલોકમાં ૫૪ લાખ વર્ષ
Copyright © 2024 જીવણદાસ ગોડીદાસ પેઢી All Rights Reserved.
Developed by Universal Software Ahmedabad